શ્રાદ્ધ શા માટે કરવાનું ?

















શ્રાદ્ધ શા માટે કરવાનું ?

શુ આપડા ઋષિ પાગલ હતા ?
કે કાગડા માટે ખીર બનાવવાની ?
અને તેને આપીએ તો પૂર્વજો ને મળે ?
ના, ઋષિ કાન્તિકારી વિચારણાના હતા.

આ છે ખરું કારણ👇🏻

તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?
કે કોઈને ઉગાડતા જોયો છે ?
પીપળો કે વડનાં બીજ મળે છે ?

જવાબ છે ના.

વડ કે પીપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે
કારણકે પ્રકૃતિ/કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે.

આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિં.

કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે .

પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક O2 ઓક્સિજન છોડે છે અને વડ ના ઔષધીય ગુણો અપરંપાર છે.

જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે.

એ કેમનું ?
તો કાગડા ભાદરવા મહિના માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાધ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય...

એટલે મગજ દોડાવ્યા વગર શ્રાધ્ધ કરજો પ્રકૃતિ નાં રક્ષણ માટે અને ચોક્કસ જ્યારે વડ પીપળો જોશો તો પૂર્વજો યાદ આવશે જ...

Comments

Popular Posts